શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય એટલે આધુનિક સમયમાં પ્રાચીન ગુરૂકુળનો આદર્શ વિચાર કે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જ્યાં વિદ્યાર્થિનીઓના અભ્યાસની સાથે જીવન ઘડતરનો સમન્વય થાય છે. જેથી અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં સમાજ અને દેશને એક આદર્શ નાગરિક આપવાની સમર્થતા કેળવાય છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની શરૂઆત વર્ષ ર૦૦૬માં કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સવલતો પુરી પાડવા સાથે આધુનિક સગવડથી સજ્જ છાત્રાલય સાથેની જીવન ઘડતરની સંપૂર્ણ તાલીમ અપાઈ રહી છે. સવારથી સાંજ દરમિયાન શાળા – છાત્રાલયની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થિનીઓમાં રહેલ વિવિધ શકિતઓને ખીલવવા પૂરક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરમાં હાલે પ થી૧ર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જેમાં વિદ્યાર્થિનીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા દરેક વર્ગખંડોને મલ્ટીમીડીયા દ્વારા જીવંત બનાવાયા છે સાથે સાથે વર્ગખંડોમાં મર્યાદિત ૩પ થી ૪૦ની સંખ્યા રાખીને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.
“સમાજના અનેક સામાજિક રોગો માટે કન્યા કેળવણી ઔષધ સમાન છે”.
આ વિનમ્ર પ્રયાસ અંતર્ગત છાત્રાલયનું સંપૂર્ણ બાંધકામ અને વ્યવસ્થા વિદ્યાર્થિનીઓને ધ્યાનમાં રાખીને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કરાયુ છે. વર્ષ ર૦૦૬ થી તેની શરૂઆત થઈ છે, જેમાં દરેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું, જે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા સંચાલિત છે. જેમાં માત્ર શાળા જ નહિં પરંતુ રહેવાની સંપૂર્ણ આધુનિક સગવડથી સજ્જ છાત્રાલય સાથેની જીવન ઘડતરની તાલીમ અપાઈ રહી છે. સવારથી સાંજ દરમિયાન શાળા – છાત્રાલયની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થિનીઓમાં રહેલ વિવિધ શકિતઓને ખીલવવા પૂરક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
''શિક્ષણનો અર્થ નૉલેજ – જ્ઞાન એટલો જ નથી થતો, શિક્ષણમાં જીવન પણ છે. શિક્ષણ એ વ્યવસ્થા નથી, શિક્ષણ એ કર્તવ્ય છે અને શિક્ષણ એ માત્ર ઉપાર્જનનું માધ્યમ નથી, શિક્ષણ એ પરંપરાનો ઉમદા ખજાનો છે.''