શાળા દ્વારા ધોરણ ૮ થી ૧રની બધી જ વિદ્યાર્થિનીઓને સંપૂર્ણ સુરક્ષા સાથે હોસ્ટેલની સુવિધા અપાય છે. હોસ્ટેલના બધા જ કક્ષા સંપૂર્ણ સગવડવાળા અને હવા ઉજાસવાળા છે. હોસ્ટેલ બિલ્ડિંગમાં ર૪ કલાક ચોકીદારની વ્યવસ્થા પણ છે. સંપૂર્ણ શાળા તથા છાત્રાલય આધુનિક કેમેરાથી સજ્જ છે.
વિદ્યાર્થિનીઓને રહેવા માટે છાત્રાલયનાં દરેક રૂમમાં પંખા અને લાઇટની સુવિધા ખૂબ જ સારી છે. દરેક રૂમમાં ૭ થી ૮ વિદ્યાર્થિનીઓ રહે છે અને દરેક વિદ્યાર્થિનીઓ માટે અલગ-અલગ બેડની વ્યવસ્થા છે. દરેક છોકરીઓને બે-બે કબાટ પણ આપવામાં આવેલ છે. છાત્રાલયમાં ર૪ કલાક લાઈટ અને પાણીની વ્યવસ્થા છે. છાત્રાલયમાં દરેક વિદ્યાર્થિનીઓને ધોરણ પ્રમાણે રૂમની ફાળવણી કરવામાં આવે છે. ધોરણ ૮ થી ૧રની વિદ્યાર્થિનીઓ છાત્રાલયમાં રહે છે. છાત્રાલયનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ છે.
શાળાની વિદ્યાર્થિનીઓની દૈનિક શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવે છે કારણ કે પ્રાર્થના બધા પ્રલોભનો પર વિજય અપાવે છે. શાળામાં ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ ધો.પ થી ૧રની વિદ્યાર્થિનીઓ એકસાથે બેસીને પ્રાર્થના કરી શકે એ માટે વિશાળ પ્રાર્થનાખંડની વ્યવસ્થા કરેલ છે. શાળાનો પ્રાર્થનાહોલ આધુનિક સાઉન્ડ સિસ્ટમ તેમજ સાઉન્ડપ્રુફ છે તેમજ સંપૂર્ણ સુવિધાથી સજજ છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જવો. પ્રાર્થનાસભામાં વિદ્યાર્થિનીઓનું વિષય સંબંધી જ્ઞાન વિકસે અને પોતાની અંદર રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરી શકે તે માટે પ્રાર્થનાસભામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષા માં વિદ્યાર્થિનીઓ અભિવ્યકિત કરે છે. પ્રાર્થનાહોલમાં ત્રિદેવ સમાન શ્રી સ્વામિનારાયણ, શ્રી નરનારાયણદેવ તેમજ શ્રી રાધાકૃષ્ણ દેવનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીઓ રોજ સવાર-સાંજ ભગવાનને ભોગ લગાવી પ્રાર્થના કરે છે.
છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ માટે ખૂબ જ સરસ રીતે અને બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ભોજન બનાવવામાં આવે છે. છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને સવારે દૂધ સાથે નાસ્તો, બપોરે દાળ-ભાત, શાક-રોટલી, છાશ, સાંજે નાસ્તો અને રાત્રે ખીચડી, શાક-કઢી, ભાખરી, દૂધ-છાશ આપવામાં આવે છે.
'' સ્વચ્છતા ત્યાં પ્રભુતા '' એ ઉક્તિ અમારી આ સંસ્થામાં સાર્થક થઈ હોય એવું લાગે છે. છાત્રાલયમાં ખૂબ જ સારી રીતે સફાઈ રહે તે માટે ખૂબ જ સરસ રીતે આયોજન કરેલ છે. વિદ્યાર્થિનીઓ પોતાના રૂમ પોતે સાફ કરે છે અને વિદ્યાર્થિનીઓ સમિતિ પ્રમાણે છાત્રાલય અને આજુબાજુની જગ્યા પણ સાફ કરે છે. છાત્રાલય માં વાવેલાં વૃક્ષો અને લોનની માવજત માટે માળી પણ છે, જે ખૂબ જ સારી રીતે વૃક્ષોની માવજત કરે છે. છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ પોતાના રૂમ, બાથરૂમ ફિનાઈલથી સાફ કરે છે. છાત્રાલય તેમજ શાળામાં સફાઈ બાબતે ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.