શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ પ થી ૧ર સુધી છે. દરેક કલાસમાં બધી જ વ્યવસ્થા છે. દરેક કલાસ સીસીટીવી કેમેરાથી સજજ છે અને દરેક કલાસમાં સાઉન્ડ સિસ્ટમ(સ્પીકર) પણ છે. દરેક કલાસમાં વિદ્યાર્થિનીઓ માટે આધુનિક સગવડ છે અને વિદ્યાર્થિનીઓ દશ્ય અને શ્રાવ્ય બન્ને રીતે અભ્યાસ કરી શકે તે માટે દરેક કલાસમાં પ્રોજેક્તટરની વ્યવસ્થા છે. શાળાનું વાતાવરણ ખૂબ જ શાંતિવાળું છે.
શાળાના પ્રવેશદ્વારમાં જ માઁ સરસ્વતીની મૂર્તિ છે. શાળામાં કમ્પ્યૂટરલેબ, લાઈબ્રેરી તેમજ લેબોરેટરી પણ છે. વિદ્યાર્થિનીઓ માટે રમત-ગમતનું મેદાન પણ છે, જેથી વિદ્યાર્થિનીઓ પોતાની શારીરિક શક્તિઓને ઊજાગર કરી શકે.